Sunday 29 September 2013

सूरजदादा - ધો. ૮માં અભ્યાસ કરતા બાળકે પોતાના કલ્પનાના રંગો ઉમેરી તૈયાર કરેલી રચના....


सूरजदादा सूरजदादा जग के सूरजदादा ।

सबसे पहले उठ जाते है, मेरे सूरजदादा ।
शाम हुई और ढल जाते है, मेरे सूरजदादा ।           
                   सूरजदादा...            
ठंडी में तो याद बहुत ही आती है ओ दादा ।
गरमी में भुल जाते तुमको माफ करो ओ दादा ।
                   सूरजदादा......
तुम जो नहीं तो कुछ भी नहीं है मेरे सूरजदादा ।
तुम जो हो तो कोने में भी तेज है सूरजदादा ।
                   सूरजदादा......


दुधरेजिया जयेशभाई एच.
                    कक्षा- 8

અમારું ગૌરવ....

 ઠાડચ પ્રા.શાળા મુકામે ગણિત-વિજ્ઞાન પ્રદર્શન ૨૦૧૩-'૧૪ દરમિયાન યોજાયેલ ક્વિઝ કોમ્પિટીશનમાં પ્રથમ નંબર મેળવી શ્રી મેઢા પ્રા. શાળાનું નામ રોશન કરતા બાળકો...ડાબેથી ગોંડલિયા પારસ(ધો.૮), દુધરેજિયા જયેશ (ધો.૮) અને ગોટી વિવેક (ધો.૭)ને ટ્રોફી અને ઇનામ આપી પ્રોત્સાહિત કરતાં શિક્ષકશ્રીઓ....

Monday 19 August 2013

રૂડો રાખડીનો રંગ, મારા દિલમાં ઉમંગ, આજ રક્ષાબંધન છે....



સામૂહિક રક્ષાબંધન દ્વારા એકતા અને ભાઇ-બહેનના પ્રેમનું અજોડ ઉદાહરણ પૂરુ પાડતી તસવીર


ગામના માનસિક રીતે વિક્લાંગ એવા ભાઇને રાખડી બાંધી પ્રેમભરી સહાનુભૂતિ દર્શાવતી ધોરણ 8ની બાળા સાથે શાળાના આચાર્યશ્રી

શાળાના શિક્ષકશ્રી જિતુભાઇ ચુડાસમાને રાખડી દ્વારા પ્રેમના બંધનમાં બાંધતી ધોરણ 8ની બહેન

સ્વાતંત્ર્ય પર્વ ૨૦૧૩ની ભવ્યાતિભવ્ય ઉજવણી....

સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ શાળામાં બાળકોએ બનાવેલી કલાત્મક રંગોળી
 


સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ગામમાં પ્રભાતફેરી કાઢી ગ્રામજનોને ધ્વજવંદન કરવા માટે શાળાએ આવવા માટે સામૂહિક આમંત્રણ આપી દેશભક્તિનો માહોલ ઉભો કરતાં બાળકો

ધ્વજવંદન કાર્યક્રમ બાદ શાળામાં યોજવામાં આવેલી વક્તૃત્વ સ્પર્ધામાં ''આપણને આઝાદી કેવી રીતે મળી ? '' વિષય પર વક્તવ્ય આપતો ધોરણ 8નો વિદ્યાર્થી વાટવેચા જયેશ.

વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ નંબરે આવેલ વિદ્યાર્થી - ગોંડલિયા પારસને ઇનામ આપી પ્રોત્સાહિત કરતાં ગામના ઉપસરપંચશ્રી ભોજભાઇ


'The Legend of Bhagatsingh' ફિલ્મનું નિદર્શન કરતાં શાળાના બાળકો અને ગ્રામજનો


શાળા અને ગામના સહકારથી તૈયાર કરવામાં આવેલી મિક્સ કઠોળની વાનગીનો લ્હાવો લેતા બાળકો

Saturday 27 July 2013

વૃક્ષારોપણ કાર્યક્રમ

વૃક્ષારોપણ માટે  ગ્રામજનોને વૃક્ષાર્પણ કરી રહેલા શાળાના આચાર્યશ્રી હિંમતભાઇ વાઘેલા.
 

શાળાના બગીચામાં વૃક્ષારોપણ કરી રહેલા શાળાના આચાર્યશ્રી સાથે ગામના આગેવાન અને તાલુકા પંચાયત-પાલિતાણાના સદસ્યશ્રી એવા લક્ષ્મણભાઇ સરવૈયા તેમજ ગામના સરપંચશ્રી મોહનભાઇ મકવાણા

શાળાના બગીચામાં શાળાની બાળાઓ સાથે વૃક્ષારોપણ કરી રહેલા એસ.એમ.સી.ના મહિલા સભ્યશ્રી વાલીબેન પરમાર.

 વૃક્ષારોપણ માટે વૃક્ષો લઇને ઉભેલી બાળાઓ અને ગામના આગેવાનો, વૃક્ષારોપણ માટે આવેલા મહેમાનો, આચાર્યશ્રી અને મ.ભો.યો.સંચાલકશ્રી
  
ખૂશખૂશાલ વદને વૃક્ષારોપણ કરી રહેલા શાળાના બાળકો.